Gujarati Quote in Microfiction by Asmita Ranpura

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલની પરિસ્થિતિ માં બંધબેસતી વાત....
પરિવારોમાં 1G, 2G, 3G, 4G અને 5G....!! ની વાત.

આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન-સગવડ કે પૈસે-ટકે સુખી-સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર-ચાર પેઢીઓની અથાક મહેનત-લગન-પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ.

આજે ગાડી-બંગલામાં પહોંચતા ચાર-ચાર પેઢીઓ સમાઈ ગઈ છે અને એ પણ આપબળે....સ્વમહેનતે...
સ્વમાનભેર...!!

આજે ...વાત કરવી છે.. 1G, 2G, 3G, 4G અને 5G પેઢી ની

1G :
આપણા વડદાદાઓ :

ગોળ-રોટલો પેઢી,
ધોતી-કેડિયું પેઢી...
રાત-દા'ડો જોયા વગર મજૂરી કરીને જેમતેમ ગાડું ગબડાવ્યું... ને કંઈક ભેગું કર્યું..!!

2G :
આપણા દાદાઓ :

ધી-દૂધ, શિરો-મગપેઢી.
ધોતિયું-પહેરણ-ટોપી પેઢી.
જેટલા મહેનતુ એટલા જ ગણતરીવાળા..
શિક્ષણનું મહત્વ આ લોકો બહુ પહેલા સમજી ગયા અને આપના બાપાઓ ને ભણાવ્યા ..જે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગેડ્યા...અને એમને નોકરી-ધંધામાં વાળ્યાં..
ટૂંકમાં આ પેઢીએ ભેગું કર્યું..!!

3G :
આપણા બાપાઓ :

શ્રીખંડ કે રસ-રોટલી પેઢી.
પેન્ટ-શર્ટ/શૂટ-બુટ પેઢી.
શહેરોમાં બેગડી બસ્કુ બાંધીને આયા, કરકસર,સંઘર્ષ, આયોજન, સેફ સાહસો કર્યા, રાજકીય/ સામાજિક/ ધાર્મિક પહોંચ બનાવી, ખૂબ મહેનત કરી,
જમીન-જાયદાદ/
ગાડી-બંગલા ખડા કરી દીધા..
(પપ્પા ને ક્યારેક એમની સંઘર્ષની કહાની પૂછજો મજ્જા આવશે..!!!)
ટૂંકમાં આ પેઢીએ વધાર્યું...!!!

4G:
એટલે આપણે બધા.

પંજાબી-ચાઈનીઝ-અનલિમિટેડ થાળી પેઢી.
જીન્સ/ટી-શર્ટ પેઢી.
અધેલી ની આવક અને રૂપિયાનો ખર્ચો.
સ્માર્ટ ફોનવાળી પેઢી. પાર્ટીઓ, ખર્ચાઓ, દેખાડાઓ, હોટલો, આબુ-દિવ-દમણ ની બાધાઓ, શેર-સટ્ટાઓ. ડાયરા - ડીજે.
સમજી ગ્યા કે લાંબુ ચલાવું....😁???
ટૂંકમાં આ પેઢીએ ઉડાવ્યું...!!!!
હા...હાલની 16 થી ૩5 વર્ષની પેઢી
ખૂબ જ આક્રમક, પોતાના હક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર, ઘર, સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંડ પોકારનાર બાહોશ અને બળવત્તર પેઢી છે...!! બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશા ની...
સાચા માર્ગદર્શન ની....સાચા વિચારની....!!!!

5G:
આપણા ૦૫ થી ૧૫ વર્ષના બાળકો..!!😎

મેગ્ગી- મસાલા બોનવિટા-બર્ગર/પીઝા-પાઉ-પોપકોર્ન પેઢી.
ફાટેલા જીન્સ અને બરમુડા પેઢી.
લાઈફમાં બધું જ એકદમ સેટ..!
એકદમ રેડી..!!
કોઈ જ ટેન્શન નહીં.
કોઈ મગજમારીનહીં.
કોઈ જવાબદારી નું ટેન્શન નહિ.
કોઈ ચિંતા કે ઉચાટ નહીં.
ઘર-ગાડી-બંગલા બધું જ રેડી ટુ યુઝ...!!!
ટુંકમાં આ પેઢી તમારા જ પૈસે તમને પાર્ટી આપે...ગિફ્ટ આપે...અને પાછા શીખવાડે કે પપ્પા આમ સ્ટાઇલમાં રેવા'નું...!!! બોલો...!!!!😊
પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ, સ્માર્ટ અને ચબરાક છે.

ખૂબ જ અધીરી અને ઉતાવળી છે
લાલચ, લાડ ને જિદ મા ઉછરેલી આ પેઢી ..!!

બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશા ની...સાચા માર્ગદર્શન અને સાચા વિચારની...!!

નહિતર આપણી ચાર-ચાર પેઢીની મહેનત અને પરિશ્રમ પર પાણી ફરી વળશે...કેમ કે આપણે એમના માટે કરવા જેવું કંઈજ બાકી રાખ્યું નથી ..!ઘણું ખરું શિક્ષણ પ્રત્યે, પરિવાર પ્રત્યે એમનામાં એકલતા પ્રસરતી જાય છે...!!મહેનત-મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર નથી...!!!

#એ વાત સાથે હું બિલકુલ સંમત છું કે આ પેઢી સમજુ, પ્રેક્ટિકલ અને વિચાર શીલ છે છતાં ક્યાંક આપણાં માર્ગદર્શન ની જરૂર તો છે જ...#

તો આપણે શું કરી શકીએ.......???

નોકરી-ધંધા-રોજગાર ને પોતાનામાં ખૂબ જ ખુંપી ગયેલા આપણે સૌ થોડો સમય આપણા આ 5G બાળકો ને આપીએ.

વાર-તહેવાર અવસર પ્રસંગમાં એમને involved કરીએ.

એમને આપણા પરિવાર નો સમાજનો ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક વારસો સમજાવીએ.

આપણા બાપ-દાદાઓના સંઘર્ષની વાતો માંડીએ.

આપણા બાપ-દાદાઓની અસ્મિતા-ઓળખ અને આત્મસન્માન ને ઉજાગર કરીએ.

એમનામાં પરમાત્મા ના સચેરા છોરું હોવાનો અહોભાવ ઉત્પન્ન કરાવીએ....

શું આપ આ સાથે સંમત છો?...

વાંચેલું... પણ થોડું મઠારી ને
મારા શબ્દ માં..
..Asi

Gujarati Microfiction by Asmita Ranpura : 111593845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now