સપનાને હકીકત સમજી સપનામાં રાચતા જોયા છે,
જેમ મરુસ્થળમાં પાણીની એક બુંદ માટે તરસતા જોયા છે.
પ્રેમ દર્શાવી કોઈના દિલને તાર તાર કરતા જોયા છે,
પ્રેમમાં આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા જોયા છે.
લાગણીના સંબંધની ક્યાં હોય છે કિંમત?
ભરબજારે પ્રેમને નીલામ થતાં જોયા છે.
કેમ કરી સમજાવું નિમિકા આ દિલને?
કે દુનિયાએ ક્યાં શિરી ફરહાદ ના મેળાપ જોયા છે.
નિમિકા.