હોય છે .
જીવનની વિકટ રાહપર,
અજવાળા પણ હોય છે.
પથ્થરને ઈશ્વર ગણી,
પૂજનારા પણ હોય છે.
મીઠા જળને સમુદ્ર ગણી,
ત્યજનારા પણ હોય છે.
બનીને વ્હાલ વિરડી,
વર્ષનારા પણ હોય છે.
ઊંડી ગહન ખીણોમાં ,
પરવાળા પણ હોય છે.
નિર્જન કોઇ રણમાં ,
મિનારા પણ હોય છે.
વિષને ગણીને અમી,
પીનારા પણ હોય છે.
આભના અસંખ્ય તારાને,
ગણનારા પણ હોય છે.
બળે શબની ચિતા જ્યારે,
આંખે આંસુને આભે ધુમાડા પણ હોય છે.
-ડૉ.સરિતા (માનસ)