Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચાયું હશે કેમ આ બ્રહ્માંડ, ગડમથલ માં છું?
કેમ થયું હશે સર્જન પૃથ્વીનું, ગડમથલ માં છું?

નથી અસ્તિત્વ નારી વિના સૃષ્ટીનું જાણે સૌ,
છતાં થાય છે ભૃણ હત્યા, ગડમથલ માં છું;

ખીલી છે આ કળી બનવાને ફુલ ઉપવનનું,
ખીલતાંજ ચુંટીને રગદોળાય, ગડમથલ માં છું;

થાય છે પ્રેમ જન્મોજન્મનો પહેલી નજરમાં,
મળે પછી ગમે બિજું કોઇ, ગડમથલ માં છું;

પાપ ભર્યા હોય છે મસ્તિષ્ક માં વિચારોના,
ગંગામાં ધોઈ આવે છે તન, ગડમથલ માં છું;


મળ્યો છે માનવ અવતાર કરવા ને પર સેવા,
પણ થયો છે માનવી સ્વાર્થી, ગડમથલ માં છું;

કાઢી જીવન કસ્તી ભવસાગરના તુફાન માંથી,
કિનારે આવીને ડુબી જાય, ગડમથલ માં છું;

થાશે એક દિવસ માટી કે રાખ આ ખોળિયું "વિએમ"
છતાં ડરે છે મૃત્યુથી દરેક, ગડમથલ માં છું;

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111590051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now