મે બદલી મારી માનસિકતા, ચાલ હવે તારો વારો,
મે બદલ્યા વિચારો મારા, ચાલ હવે તારો વારો,
મે તો આખો બદલ્યો નજર નો નજારો, ચાલ હવે તારો વારો,
તારી આંખ સાથે આંખ માંડી, માંડ્યું સંસાર માણવાનું,
મે તો જીવન બદલ્યું , ચાલ હવે તારો વારો,
આગળ હું દસ ડગલા વધીશ, તું એક કદમ તો વધજે,
મે તો પગલા પણ માપીને ભયાઁ,તું અડધું ચાલ હવે તારો વારો,
તારા સાથ માટે સહેવું પડશે એ સહીશ,
તું પણ સહેજે થોડું ચાલ હવે તારો વારો.
#માનસિક