Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ચોક્કસ સમુદાય ને બે ધોક્કા પડતા દિલ્હીથી દોડી ઘટના સ્થળે દોડી જતી પ્રજાતિ રાજસ્થાનમાં એક પૂજારી ને સળગાવી દીધા ની ઘટના પર ફેવિકોલ પીને બેઠી છે કે શું....?

કોઈપણ આવી ઘટના બને એની સામે અવાજ ઉઠાવવો જ જોઈએ. પણ સેક્યુલર પ્રજાતિ ક્યારેય આવા તમામ બનાવ કે ઘટના પર નહિ બોલે કે નહીં કોઈ પ્રદર્શન કરે. કારણ કે આ ઘટના એમના આકાના સૂબામાં થઈ છે.

હાથરસ પર જે અપકૃત્ય થયું એના વિરુદ્ધમાં પણ લખ્યું હતું અને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની એના પર પણ લખું છું. બંગાળમાં એક સરદારજી ની પાઘ ઉતારી રોડ પર ઘડેસવામાં આવ્યા. અને રાજસ્થાનમાં પૂજારી જીવતા સળગાવી નાખ્યા. બન્ને ઘટના અમાનવીય અને અક્ષમિત છે.

કોઈ એક ખાસ સમુદાયના માણસ પર જો આવો અત્યાચાર થયો હોત તો સેક્યુલર જમાત સીધો આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી અનેક આંદોલન કરે, અનેક જાહેર સંપત્તિને નુકસાન કરેત.

રાજસ્થાનના સૂબામાં રહેલા ગહેલોત જાણવું રહ્યું કે તમારા આકા ને રાજી કરવા ના ઉત્સાહમાં નિર્દોષ ની હત્યા પર મૌન સાધવું ઠીક નથી. અને મમતા ને પણ માલુક થાય કે જે પાઘ સદીઓ થી દેશની રક્ષા કરતી આવી છે એ પાઘ ને કાઢી નાખી પુરા શીખ ધર્મ જ નહીં દેશ આન બાન અને શાન ની બેઇજ્જતી કરી છે.

જે કઈ ઘાત થઈ એ કોઈ સંપ્રદાય કે ધર્મ પર નથી થઈ. એ માનવતા પર થઈ છે. સિયાસી ભેડિયાઓ માનવતામેં નોચિ નોચિ ને ખાઈ રહ્યા છે. ત્યારે અંધભક્તો, ચમચાઓ અને ચિંટુઓ પોતાના આકાઓ બચાવવા મેદાને ઉતરી પડે છે. કોઈ ને ફિકર નથી આ દેશની, મૃત થતી માનવતાની...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111589505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now