કોઈપણ કાર્ય કરવામાં પીછેહઠ બે રીતે થાય છે.શારિરીક રીતે અને બીજુ છે માનસિક રીતે.આપણે બે રીતે કોઈપણ કાર્ય કરવામાં પીછેહઠ કરતા હોઈએ છીએ.
માનસિક રીતે કામ કરવાની પીછેહઠ કરવી એ ખૂબ જ ખતરનાક છે.શરીર દ્ધારા કામ કરવાની અસમર્થતા એ શારિરીક પીછેહઠ છે.પણ કામ કરવા પહેલા જ એમ વિચારી લેવું કે હુ આ કાર્ય ન કરી શકુ એ માનસિક રીતે કામ કરવાની પીછેહઠ છે.
આવી માનસિક આળસને કારણે ઘણા લોકો દુઃખી થાય છે.માનિસક આળસને કારણે જ ઘણા લોકો અસફળ પણ થાય છે અને એને જ કારણે નિરાશ થાય છે.નિરાશ થવાને કારણે લોકો ડીપ્રેશનનો ભોગ બને છે.
માનસિક આળસને દુર કરવાનો ઉપાય છે હંમેશા સદ્ ચિંતન કરવું જોઈએ.હંમેશા સકારાત્મક રીતે વિચારવું જોઈએ.સારા વ્યક્તિઓનો સંગ કરવો જોઈએ.
સારા વિચારો મનુષ્યનાં સંસારને બદલી શકે છે.સારા વિચારોને કારણે મનુષ્ય પોતાની સાથે સાથે બીજાની પ્રગતિ પણ કરાવે છે.સારા વિચારો બીજા વ્યક્તિના જીવનને સુધારવા માટેનું સામર્થ્ય રાખે છે.
એટલે હંમેશા સારુ વિચારો જેનાથી માનસિક આળસથી આપણે દુર રહી શકીએ.
વિચારો તો મનમાં અનેક આવે છે પણ સારા વિચારો એ મનુષ્યને પ્રગતિનાં પંથે લઈ જાય છે.એટલે હંમેશા સારા વિચારો કરવા જોઈએ અને સારા વિચારો સારુ વાંચન કરવાથી,ચિંતન કરવાથી,ધ્યાન કરવાથી મનન કરવાથી અને સારી સંગત કરવાથી આવે છે.
જો આપણે નકારાત્મક વિચારસરણી ધરાવતાં લોકોનાં સંપર્કમાં વધુ રહીએ તો આપણા વિચારો પણ નકારાત્મક જ બને છે.એટલે હંમેશા વિચારો હકારાત્મક જ રાખવા જોઈએ.જેને કારણે માનસિક આળસ દુર થાય.
#માનસિક