ખબર નહિ પણ ઘણા સમયથી આ શબ્દ પર લખવાની ઈચ્છા ધરાવું છું અને આજે સમય મળતાં અહીં લખું છું...
દોસ્ત એટલે જેની સાથે આપણો નિસ્વાર્થ સંબંધ હોય.....
દોસ્ત હોય છે તો પારકાં પણ પોતાનાઓથી પણ તે વધુ હૃદયની નજીક હોય છે ...
એક ખુબ સરસ વાત તો એ છે કે દોસ્ત માટે કોઈ ચોક્કસ સમય વસ્તુ કે પદ નું મહત્વ જ નથી જ્યારે ઈચ્છા થાય સમયનું પણ ભાન ભૂલીને... સમયનું પણ ક્યાં ભાન રહે છે અને કલાકો સુધી વાતો કરવી હૈયું હળવું કરવું એકબીજાની વાતો સાંભળવી પ્રેરણા લેવી એકબીજાને આશ્વાસન આપવું એકબીજા માટે સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરવી કે મારા દોસ્ત ને દરેક મુશ્કેલીમાંથી... તેને હે ઈશ્વર તું જલ્દીથી ઉગારી દે કે મારા દોસ્ત ને હંમેશા ખુશ રાખ પછી એ બાળપણના દોસ્ત હોય કે શાળાના હોય કે પછી કોલેજના કે પછી અણધાર્યા આકસ્મિક જીવનના એવા વળાંકો પર એકબીજાના સ્નેહની હુંફ થી આપણને મળેલા હોય... Bindu 🌺
બીજુ એ કે દોસ્તો માટે નથી હોતી કોઈ ઉંમર પદ પ્રતિષ્ઠા કે નથી હોતી કોઈ સીમા નથી હોતો દેખાવ કે નથી હોતા નાત જાતના ભેદભાવ દોસ્ત તો બસ દોસ્ત જ હોય છે... Bindu 🌺
જો છે તમારી જિંદગીમાં આવા દોસ્તો તો તમે છો ભાગ્યશાળી... બસ એની એક ઝલક થી કે એના એક અવાજ થી જ તમારા જીવનમાં નવો ઉલ્લાસ નવી તાજગી આવી જાય છે જેના એક ઉદગાર થી હજારો શબ્દો જાણે સંભળાય છે... દોસ્ત બસ દોસ્ત હોય છે......
🙏 જય શ્રી કૃષ્ણ 🙏