અહિંસા મનુષ્યનો પરમ ધમઁ છે,
પણ શું એ પુણઁ પણે નિભાવીએ છીએ,
કોઈનું દિલ દુખાવીએ શું એ હિંસા નથી,
કોઈ પર હાથ ઉઠાવીએ શું એ હિંસા નથી,
કોઇ વિશે બોલાયેલા અપશબ્દો,
કોઇ સાથે કરેલો અન્યાય,
કોઇ પર કરાતો અત્યાચાર,
કોઇને ખરાબ નજરથી જોવું,
અને સૌથી વધારે આપણે આપણી જાત સાથે જ કેટલી હિંસા કરતા હોઇએ છીએ,
આપણા જ મન ને વારેવારે આપણે જ મારતા હોઈએ છીએ,
જો એ મન મારવાનું બંધ કરીને ખુલ્લા દિલ થી જીવવાની શરુઆત કરીશું ને તો અહિંસાની સૌથી મોટી જુંબેશ ત્યા જ થઇ જાશે
#અહિંસા