જૈન તિર્થંકર નેમિનાથ, જે યદુવંશી ભગવાન કૃષ્ણ ના કાકાઈ ભાઈ હતાં. તેઓ દ્વારિકા નગરી મા રહેતા હતાં. યુવાવસ્થા માં તેમના લગ્ન જૂનાગઢ ના રાજા ઉગ્રસેન ની પુત્રી રાજુલમતી સાથે નક્કી થયા . અને આ વાત વાયુવેગે આખા નગર માં પ્રસરી ગઈ . ત્યાંના લોકો આનંદ અને ઉત્સાહ થી નાચી ઉઠ્યાં . ઠેરઠેર સંગીત અને નૃત્ય ના મહોત્સવ થવા લાગ્યા. વાજતેગાજતે દ્વારિકા થી નેમિનાથ નો વરઘોડો જૂનાગઢ જવા રવાના થયો. દરમ્યાન રસ્તા માં નેમિનાથ ભગવાને પશુ ઓના ટોળાને વાડામાં બાંધેલા જોયા. પશુઓ ભૂખ્યા તરસ્યા આમ તેમ સમસમી રહ્યા હતાં. નેમિનાથ આ જોઈ વરઘોડાને રોકી રથ માંથી નીચે ઉતર્યાં .તેમણે અમુક પશુઓના આંખ માં તો આંસુ પણ જોયા . તેમનું હૈયું #કરુણા થી ભારોભાર ભરાઈ રુદન કરવા લાગ્યું . તેમણે વાડા ના રખેવાળ થી જાણ્યું કે આ પશુઓની હત્યા કરી તેમના જ લગ્ન માટે મેજબાની તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. તેમનું હ્રદય કંપી ઉઠ્યું અને તેમને વૈરાગ્ય જાગ્યું ને તેઓએ દિક્ષા અંગીકાર કરી. પાછળ હજારેક રાજાઓએ પણ દિક્ષા લીધી. આ પ્રસંગ સાંભળી રાજુલમતી ખૂબ દુ:ખી થયાં ,પરંતુ મુનિ નેમિનાથ નો ઉપદેશ સાંભળી તેમને પણ વૈરાગ્ય જાગ્યું ને તેમણે પણ દિક્ષા અંગીકાર કરી..
#કરુણા
# હેત