દીકરીઓ તથા દીકરાઓ ને સાચું અને સારું જ્ઞાન તોજ મળે જો માટે,પિતા અને શિક્ષકો તેમના સંસ્કારી હોય...સંસ્થાઓ અને સમજ કાયમ તેઓ સાથે રહી ના શકે..અવાજ બુલંદ કરીએ પણ જેનું વાતાવરણ જ યોગ્ય નથી તેની જવાબદારી સંસ્થા કેવી રીતે ઉપાડે તે વિચારવું જરૂર છે.
સમાજ ની એક વાત મને ખરેખર ખૂબ ખૂંચે કે દીકરા ની સંગત,તેનું વાંચન,તેની જોયેલી અશ્લીલ ફિલ્મો તરફ કોઈ જ ધ્યાન આપતું નથી અને માત્ર દિકરીઓ પર પાબંદીઓ લાદવામાં આવે છે.સાથે મર્યાદાઓ ની વાતો પણ દીકરીઓ માટે હોય છે.દીકરાને કોઈ કશું પૂછતું જ નથી.
હાલમાં અમારી પાસે વધુ ને વધુ કિસ્સાઓ પરણેલી મહિલાઓ ના આવી રહ્યા છે.પારકા પુરુષો સાથે મોબાઈલ અને ઘરે પતિ ના મિત્રો સાથે ની છૂટછાટ તેઓ ના જીવન ને નષ્ટ કરે છે.ત્યારે સંસ્થાઓ કેવી રીતે તેઓ ના દરેક ના ઘરે જશે અને સુધારશે?જ્યારે ફરિયાદ આવે છે ત્યારે લાગે છે કે ભારત માં ઢોંગી અમુક માત્ર સંતો અને બાવાઓ જ નથી પણ સમાજ ના અનેક નેતાઓ તથા અધિકારીઓ અને શિક્ષિત લોકો પણ છે.કોની સઠેવકેવી રીતે હદ માં રેહવુ તે શીખવું જોઈએ..
-Chandni Desai