હેતાળ હાથ માથે કોઈ મૂકતુ નથી,
હાલ અમારા કેવા? કોઈ પૂછતુ નથી.
ટોળે વળીને વેદનાઓ ઝૂરતી રહી,
ઝંખનાની વેદનામાં કોઈ ઝૂરતુ નથી.
આ જિંદગી મારી એકલવાયી નીકળી,
તારી યાદ સિવાય કંઇ સ્ફુરતુ નથી.
આમ એકલતા અને એકાંતમાં જાતને વીસરી,
શુ કરુ? તારી હયાતી કોઈ પૂરતુ નથી.
ઝંખના....
-Daxa Parmar Zankhna.