ફરીયાદ પણ તને જ કરું,
યાદ પણ તને જ કરું,
તું જ તો છે જેને હું બધું જ કહુ.....
પ્રેમ પણ તને જ કરું,
નફરત પણ તને જ કરું,
તું જ તો છે જેને હું બધું જ કહુ.....
તને જોયા પણ કરું,
તારાથી દુર પણ રહું,
તું જ તો છે જેને હું બધું જ કહુ.....
તને ખુશ પણ રાખું,
તને દર્દ પણ આપુ,
તું જ તો છે જેને હું બધું જ કહુ.....
તને માફી પણ આપુ,
તને સજા પણ આપુ,
તું જ તો છે જેને હું બધું જ કહુ.....
રાજેશ્વરી
#માફી