Gujarati Quote in Questions by શિતલ માલાણી

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માફી

ભગવાન તને સ્ત્રીઓને ઘડવાનો જ શોખ જ હોય તો
એકવાર સ્ત્રી બનીને જન્મ લે...

જન્મ લે તો ભલે લે...
એકવાર ધોળે દા'ડે કે અંધારે એકલું ફરવાનું સાહસ કરી લે....

સાહસ કર તો પણ ભલે કર...
કોઈ નરાધમનો શિકાર થઈને સહેવાતી વેદનાને પીડાઓનો
અનુભવ લે...

હા, હું એક સ્ત્રી છું એટલે કહું છું....
દર વખતે નર બનીને જન્મ લેશ ..હવે નારાયણી બનીને જ જન્મ લે...

દરેક પીડા, દરેક બલિ અને દરેક દરિંદગી દીકરી જ શું કામ સહે...એક  નારાયણ બનીને આ સવાલનો જવાબ દે....

માફી કોને અને શું કામ આપવી ? અહિં બધા ગુનેગાર છે..

લેખક : શિતલ માલાણી
૩-૧૦-૨૦૨૦
શનિવાર

Gujarati Questions by શિતલ માલાણી : 111583693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now