ગાંધીજીને પેહલીવાર "મહાત્મા"નું બિરુદ
9,jan,1915, South Africa થી જહાજ દ્વારા ગાંધી ભારત આવ્યા , એ પેહલા જ તે ભારત માં જાણીતા થય ગયા હતા. આફ્રિકા માં બધા ગાંધીને "ભાઈ" કહીને બોલાવતા. આપણે એવું જાણતા કે 6 માર્ચ,1915ના ગાંધી અને ટાગોર ની પહેલી મુલાકાત માં ટાગોરે ગાંધી ને મહાત્માનું સંબોધન કર્યું હતું પરંતુ ડૉ.મેહબૂબ દેસાઈ ના પુસ્તકમાં તેની શોધ મુજબ ' ગાંધીજીને અપાયેલા માનપત્ર' માં ઉલેખ છે, રાજકોટ ના જેતપુરમાં 21,jan,1915 ના તેમનું સન્માન કરાયું અને એક માનપત્ર આપ્યું ઉપરાંત 24,jan,1915 ના ગોંડલ માં સન્માન કરાયું તેમાં આપેલા એમ બંને માનપત્ર માં તેમને "મહાત્મા" નું સંબોધન કરાયેલું હતું.