એક જ જીવનમાં સત્યનાં પ્રયોગો થકી બાપુ મહાત્મા બન્યા...
વિશ્વનાં યુગ પુરુષો માં સ્થાન પામી એક ગુજરાતીએ અપાવેલ આ ગૌરવને ,આજના જુઠાણા ના અખતરા થકી પ્રેતાત્મા બની બેઠેલા લાંછન લગાવી રહ્યા છે...
તારી સાદગીનાં પાઠ,આડંબરી અવસ્થાએ અવતરેલ આજનો આ પીડીત નેતા ન સમઝી શક્યો છે કે ના તારા વિચારો અપનાવી રહ્યો છે...
જ્યારે મહાત્માના નામને સાકાર કરતાં તારાં તમામ વિચારોને,જીવન શૈલીથી પ્રભાવિત વિશ્વનાં ભારતીય સિવાયનાં લોકોએ પણ ખાદીને વસ્ત્ર તરીકે સ્વીકાર્યું...
ધન્ય છે સાદગીનાં સ્ત્રોત બનવા બદલ...
ઓછામાં કેમ જીવવું એ શીખવાડવા બદલ...
અહિંસા શબ્દનો અર્થ સમજાવવા બદલ...
ભાઈચારાની અખંડિતતા જણાવવા બદલ...
દેશ ને ગુલામીથી આઝાદી અપાવવા બદલ...
સ્વચ્છતાંના આગ્રહ અને સત્યાગ્રહ બદલ...
મહાત્મા તારો આભાર...
તમામ જગ્યાએ તારી હાજરી આજે પણ છે ખરેખર તું મહાત્મા છે...
#મહાત્મા