દુશ્મનો કાપે તારાથી
તું સરહદ નો રખવાલો છે,
ઓ વીર , તું અમને પ્યારો છે.
ધ્રૂજે છે સહુ મોતથી
તું મોતને હરાવનારો છે,
ઓ વીર , તું અમને પ્યારો છે.
મા ભારતી માટે પ્રાણ અર્પણ
જુસ્સો તારો ન્યારો છે,
ઓ વીર , તું અમને પ્યારો છે.
ના ઝુકવા દઉં હું ભારતને
એવું તું કહેનારો છે,
ઓ વીર , તું અમને પ્યારો છે.
મા ભોમ ખાતર મરી પડીશ
એવો તારો નારો છે,
ઓ વીર , તું અમને પ્યારો છે.
- પૂર્વ પટેલ