#અશ્રુ
"અશ્રુ રેલાઈ ગયા પછી એક હાસ્ય આવ્યું,
જાણે આંખમાં કંઈક વર્ષા વરસાવી ગયું;
આંખના અશ્રુમાં સપનાઓની અસ્થિઓ વહી હશે,
તેના અંતિમ સંસ્કારની વિધિ પણ થઈ હશે;
ભીંજાયેલી પાપળનો એક પલકારો,
બતાવે છે દિલને હલકો કરવાનો રસ્તો;
દિલના દીપકને પ્રજ્જવલિત રાખવો છે,
દુનિયાની નજરથી તેને બચાવવો છે;
રંગબેરંગી સપનાઓ થકી સૃષ્ટિ રંગબેરંગી લાગી,
ભીંજાયેલી આંખો થકી દિલની આગને ટાઢક લાગી!"
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda