સહેલું પણ સહેલું નથી,
આ જીવન સહેલું નથી,
જન્મ મરણ વચ્ચે ના આ ચક્ર માં,
માનવ જીવન સહેલું નથી,
કંઈ ક અરમાનો દબાવીને,
ડગલે ને પગલે સંઘર્ષ કરીને,
જીવન જીવવું સહેલું નથી,
નારી હોય કે નર,
સૌનું જીવવું સહેલું નથી,
આ દુનિયા માં ટકી રહેવા,
માનવ જીવન સહેલું નથી,
સહજ પ્રાપ્ત આ જીવન પણ,
સહેલું પણ સહેલું નથી!!,
ઈશ્વર પર ની શ્રધ્ધા થી,
જીવન પણ સાચે જ સહેલું છે,
-Kaushik Dave