"કદાચ" કેટલો સુંદર છે આ શબ્દ અને જીવન માટે પણ
જો "કદાચ" હું આમ કરી શકી હોત તો
જો "કદાચ" હું માત્ર આમ ન કરત તો
જો "કદાચ" મેં આમ કર્યું હોત તો
જો "કદાચ" મેં આમ કહ્યું હોત તો ....... Bindu 🌺
જો "કદાચ" મારાથી આવું ન બોલાયું હોત તો
જો "કદાચ" હું આવું કરી શકી હોત તો
બસ એક "કદાચ" ઘણી ખરી આશાઓ પણ બક્ષે છે
તો બસ આ એક "કદાચ" ઘણી આશાઓ ને નિરાશ પણ કરે છે
તો વળી આ એક "કદાચ" પ્રેરણા પણ આપે છે તો
આ એક "કદાચ" આપણને જિંદગી જીવવા માટે જુસ્સો પણ આપે છે કેટલો સુંદર છે આ એક શબ્દ "કદાચ"