એ પહેલી મુલાકાત હતી,
હું ચુપ હતી,એ ચુપ હતો,
મૌનની ભાષા બોલાઈ રહી હતી...
એ પહેલી મુલાકાત હતી,
હું એને જોતી,એ મને જોતો હતો,
કોણ બોલશે પહેલું એ જ અસમંજસ હતી..
એ પહેલી મુલાકાત હતી,
શરૂઆત એને જ કરી હતી,
હું માત્ર એને જ સાંભળતી હતી...
એ પહેલી મુલાકાત હતી,
શ્વાસ તેજ ચાલી રહ્યો હતો,
ધડકન તેજ બની રહી હતી...
એ પહેલી મુલાકાત હતી,
ખામોશીની ભાષા બંનેએ જાણી હતી,
ખામોશીથી બંને એ હા કહી હતી....
એ પહેલી મુલાકાત હતી....
એ પહેલી મુલાકાત હતી....
રાજેશ્વરી