સ્વાદિષ્ટ રસોઈમાં પરીશ્રમ અને પરસેવાનાં ગુણ ભળ્યા,
જ્યારે મારી માં ના હાથ એમાં મળ્યા,
સ્વાદિષ્ટ બાળપણમાં કોમળ અને દિવ્યતાના ગુણ ભળ્યા,
જ્યારે મારી માં ના ધાવણ એમા મળ્યા,
સ્વાદિષ્ટ યુવાનીમાં દ્રઢતા અને નીતિનાં ગુણ ભળ્યા,
જ્યારે મારી માં ના નિયમો મળ્યા,
સ્વાદિષ્ટ પ્રેમમાં લાગણી અને કાળજીના ગુણ ભળ્યા,
જ્યારે મારી માં ના શબ્દ એમાં મળ્યા,
સ્વાદિષ્ટ સંસ્કારમાં કતઁવ્ય અને નિષ્ઠાનાં ગુણ ભળ્યા,
જ્યારે મારી વ્હાલી માં ના પ્રાણ એમાં મળ્યા,
સ્વાદિષ્ટ જીવનમાં મમતા અને કરુણાનાં ગુણ ભળ્યા,
જ્યારે વ્હાલસોયી માં ના લોહી એમાં મળ્યા.
#સ્વાદિષ્ટ