શું કહું કેવી રીતે વાર કરે છે,
છાનો છપનો એ મારી આત્મા પર પ્રહાર કરે છે.
મુક પ્રેક્ષક બની ઝીલી લઉં છું દરેક ઘા એના,
જ્યારે એ સામે સંબંધોનુ હથિયાર ધરે છે.
ના કહેવાય છે ના સહેવાય છે,
દર્દ બધા દિલમાં સચવાય છે.
શરીર પરના ઘા તો જોઈ શકે છે બધા ,
લાગણીઓના ઉજરડા ક્યાં કોઈને દેખાય છે.
....... Dipu