કરી બેઠાં..
સંબંધોમાં, અમુલય રોકાણ કરી બેઠાં,
આજ અમે ખુદનેજ, ખુદથી ખોઈ બેઠાં!
વળતરની, નકામી આશ કરી બેઠાં,
મોંઘી મુંડી ને વળી, વ્યાજ પણ ખોઈ બેઠાં!
બીજ એક રોપી, આખી ફસલ ખોઈ બેઠાં,
વધુ પામવાની ચાહમાં, થોડુંઘણું પણ ખોઈ બેઠાં!
લાગણીના વેપારમાં, નફાને બદલે ખોટ કરી બેઠાં,
આજ, અમે સંબંધને, “ચાહત” નું નામ દઈ બેઠાં!!!
💕ચાહત💕