ઘણી વખત આપણે સત્કર્મ એવો શબ્દો સાંભળીએ છીએ પણ ,શું આ શબ્દ માટે ક્યારેય આપણે મહેનત કે પ્રયાસ કરીએ છીએ ? કે પ્રયાણ કરીએ છીએ ? હંમેશા બીજા માટે સરળતાથી કંઈક પ્રતિક્રિયા આપવી હોય તો આપી દઈએ છીએ અને સલાહ તો વળી વગર માંગીએ જ આપી દઈએ છીએ પણ કોઈને જરૂર હોય ત્યારે શું મદદ કરવા માટે તત્પર રહીએ છીએ ? કે વગર કહ્યે ક્યારેય મદદ કરીએ છીએ રોજ જીવનમાં નાની નાની એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણા આસપાસ જ બને છે અને આપણે તેના પ્રત્યે બેધ્યાન બની જઈએ છીએ શું આપણે વણ માંગી સલાહ આપી શકીએ તો વણમાગી મદદ ન કરી શકીએ ? શું આપણે કોઈ માટે હિત ન ઈચ્છી શકીએ શા માટે એવા અમુક દુષ્ટ લોકો હોય છે જે અન્ય વ્યક્તિને ખોટી સલાહ આપી તેના માર્ગમાં અવરોધો ઊભા કરે છે ,શું મળતું હશે તેમાં તેઓને ? અને શું સાચે જ આવા દુષ્ટ લોકોને આનંદ મળતો હશે શા માટે આપણે અન્યના માટે મદદરૂપ નથી બની શકતા કહેવું તો ન જ જોઈએ પણ ઘણી વખત એવું અહેસાસ થાય છે કે ખરેખર માનવતા નામની ચીજ જ જાણે મરી ગઈ છે..
રોજબરોજના જીવન પરથી અહીં વિચારોની પ્રસ્તુતિ કરું છું..
જય શ્રી કૃષ્ણ 🙏