સ્ત્રીની લાગણીઓની કદર કરી જાણો,
તમારું આયખું રંગીન બની ગયું જાણો.
સ્ત્રીનાં પ્રેમનો અહેસાસ કરી જાણો,
તમારું જીવન ધન્ય બની ગયું જાણો.
સ્ત્રીની થોડી ખુશામત કરી જાણો,
તમારું મન આનંદીત બની ગયું જાણો.
સ્ત્રીને થોડો સહકાર આપી જાણો,
તમારું કાર્ય શીઘ્ર થઈ ગયું જાણો.
સ્ત્રીની મમતાને નજદીકથી જાણો,
તમારું મમત્વ એને થઈ ગયું જાણો.
""અમી""