સાસુ માં; એ તો મમતા મારી હતી
_________________________
સગપણ માં સાસુમાં , પણ એ મમતા મારી હતી,
મુજ પતિ ની ઓળખાણ , એ તો મમ્મી ને આભારી હતી,
તેમના હ્રુદય થી સરીતા વહેતી હતી, એ વાત્સલ્યની ધારા હતી,
ચાર ચાર દેવર ની કરુણા સભર ભાભી હતી.
પરીવાર નો સ્તંભ બની ને, એ જવાબદારી નિભાવતી હતી,
સુખ આપી દુ;ખ લેવું, એમની ધર્મ સાધના ન્યારી હતી,
જ્યોત એમના જીવન ની અમારો ઉત્સાહ વધારનારી હતી.
કૌશિક - રૂપલ, હીરલ- અમિતકુમાર નાં આંસુ માં હવે મમ્મી દેખાતી હતી,
વાગરા,લાથીદડ,કલ્યાણ થઈ કાંદિવલી સુધી ની જે સવારી હતી,
દેવ્ય- દક્ષ ને છોડી હવે દાદી ની જાત્રા અનંત સ્વર્ગ સુધી ચાલી હતી.