ચમકતી વીજળી પણ કઈ કહી રહી હતી
ન જાણે ઇશ્કની ગવાહી દઈ રહી હતી
વરસી છે વાદળી થઇ અવિરત બેફિકર
તને મળવા ઉતાવળ પ્રીત કરી રહી હતી
કસક બેશક હતી દિલે ભરી અજબ ગજબ
ઇશકદારી દિલ પર કામ કરી રહી હતી
તું લાગે દુશ્મન સમી ક્યાંક તું ધડકન સમી
કપાયા કાળજું કરે તોય ગમી રહી હતી
-પિયુષ