#યુદ્ધ
જીંદગી એક યુદ્ધ છે
કોઈ એ અહીં કુરુક્ષેત્રમાં
જવા ની જરૂર નથી યુદ્ધ માટે
તું યુદ્ધ કર તારી જાત સાથે
હણી શકે જે પોતાની અંદર ના રાવણ ને
તે જ ખરો યુદ્ધ નો વિજેતા
અભિમાન, ઈર્ષા. ક્રોધ ને હું પણ
છે પોતાના જાત માટે મોટા દુશ્મન
તું યુદ્ધ કર તારી જાત સાથે
તું શુદ્ધ થા, તું બૌદ્ધ થા..
તું યુદ્ધ કર તારી જાત સાથે...