Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સાવધાની

મારો કાવ્ય ઝરૂખો માંથી... મેં કોરોના માટે સાવધાની upar કવિતા લખી હતી તે તમારા સમક્ષ સાવધાની શબ્દ તરીકે પ્રસ્તુત કરું છું... આશા રાખું છું કે દરેક ને પસંદ આવશે

સાવધાની

ડરવા ની કોઈ જરૂર નથી પણ રાખજો હમણાં થોડી સાવધાની ,

ચેતતો નર સદા સુખી, રાખજો હમણાં થોડી સાવધાની,

રાખજો મોં પર પેહરી ને માસ્ક અને હાથ જોડી ને કરજો દૂર થી પ્રણામ,

મન અને દિલ થી રહેજો સાથ, પણ સ્થળ ઉપર રાખજો એક ગઝ ની દૂરી,

હાથ સાબુ થી ધોતા રહેશો તો નહીં ધોવો પડે જીવન થી હાથ,

ગરમ પાણી ને નાસ લેતા રહેશો તો રહેશે ગળા મા જોર,

પ્રકૃતિ હમણાં નિયમ બદલી રહી છે તો દેજો હમણાં તેનો સાથ,

જો કરશો થોડી ઘણી નાની ચૂક તો ચૂકવવો પડશે એનો મોટો મૂલ,

નીકળશું જો આ મુસીબત માંથી હેમખેમ, તો કરીશું બાકી ની જીન્દગી લીલા લહેર,

હજુ તો બાકી છે આપણે ઘણી બધી જવાબદારી ઓ નિભાવવા ની, રાખજો હમણાં થોડી સાવધાની

એથી તો કહું છું દોસ્તો, ડરવા ની કોઈ જરૂર નથી પણ રાખજો હમણાં થોડી વધુ સાવધાની.

Gujarati Poem by Hiren Manharlal Vora : 111574613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now