Gujarati Quote in Poem by અમી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પા પા પગલી કરતી આવી,
કુકુંવર્ણના પગલાં લાવી,
ઘરમાં જીવંત ચેતના લાવી,
ઘરમાં બીજી દાદી આવી,

નાજુક સી પરી મારી,
નજાકત થી ભરપૂર,
સૌંદર્ય એનું અનુપમ,
ગાલમાં પડે ખનજન,
મૃગનયની આંખો એની,
બોલતી એની નઝર,
હોઠો પરનું હાસ્ય,
હાસ્ય થી સૌને વીંધે,
વ્હાલનો દરિયો મારો,
લાગણી ઓના મોઝા ઉછાળે

તારી પગલી, પગલી રહે ઘરમાં,
જગતમાં તું આખી હરણફાળ ભરે

""અમી""

-અમી

Gujarati Poem by અમી : 111572912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now