અંતઃચક્ષુ
જયારે કોઈ ના દેખાય સ્પષ્ટ ત્યારે જગત કાચનો આધાર લે છે. પછી એ ચશ્મા હોય કે દર્પણ એને જ શોધતો ફરે છે, જેથી આર-પાર જોઈ શકાય.પણ,દર્પણ જેવો કાચ તે માત્ર બનાવટી ચહેરાને જોવા માટે વપરાય છે. કેમકે તે વાસ્તવિક રૂપ તો બતાવે પણ બાહ્ય .તો આંતરિક સુંદરતાનું શું? આ સૌંદર્યને પામવા માટે તો અંતઃચક્ષુ જ જોઈએ.પછી જુઓ સામેની વ્યક્તિ તમને તમામ ભાવ,ગુણ અને સાચા સૌંદર્યની પારદર્શિતા સાથે એક અલગ જ માનવ સાથે તમારું મિલન કરાવશે.