નવ વર્ષની યાદગીરી
વર્ષના અંતિમ ક્ષણોમાં,
કંઈક યાદો લઈને જોવી હતી.
કંઈક સ્વપ્ન અધૂરૂં લેવું હતું.
કોઈ રાહબરને જીલવો હતો.
કોઈ રસ્તો નવીન શણગારવો હતો.
કોઈ મંઝિલ નવી બનાવવી હતી.
બહુ ઓછો સમયનો તકાજો હતો.
અને યાદી ઘણી લાંબી હતી.
ખૂબ સિમિત પાના પલટાયા,
હજુ ઘણા ઋણાનુબંધ બાકી છે.
જે મારી નૂતનવર્ષની યાદી છે.
- ડૉ. સરિતા (માનસ)