દ્રશ્ય - મનને ગમે તેવું અને મનને ન ગમે તેવું. આપણી આંખ સામે આ બન્ને પ્રકારનાં દ્રશ્યો ભજવાતા હોય છે. જોવા તો બન્ને જ પડે. બસ નક્કી એ કરવાનું છે કે શું શીખવું છે. હું તો માનું છું કે સારા દ્રશ્યમાંથી તો ઘણું બધું શીખવા મળે જ છે પણ ખરાબ દ્રશ્યમાંથી પણ એટલું જ શીખવા મળે છે.
જે રીતે સારા દ્રશ્યમાંથી સારી સારી રીતભાત કે નવા નવા વિચારો ઉદ્દભવે છે એવી જ રીતે ખરાબ દ્રશ્યમાંથી શું ન કરવું તેનો ખ્યાલ આવે છે. કેટલાંક લોકો માટે ખરાબ દ્રશ્ય પણ એક ઊંડી છાપ છોડી જતું હોય છે.
જ્યારે કોઈ સારું દ્રશ્ય ભજવાતું હોય છે ત્યારે તેને જોનારા પ્રેક્ષક બની જતા હોય છે અને ખરાબ દ્રશ્ય જોનારા તમાશો જોનાર અથવા તો જો દ્રશ્ય કોઈ ગુનાનું હોય તો જોનાર એનો સાક્ષી બની જાય છે.
પણ અંતે તો એટલું જ કહીશ કે આપણે આંખ બંધ કરીને તો ચાલી શકવાના જ નથી. માટે જેવું દ્રશ્ય ભજવાય તેવું જોતાં રહો, બસ ધ્યાન એક જ વાતનું રાખવું કે એમાંથી કંઈક સારું અને જીવનમાં ઉપયોગી થાય એવું જ શીખીએ.
#દ્રશ્ય