¤ દ્રશ્ય ¤
¤ શિક્ષણથી સમાજ અને દેશનો સર્વાંગી વિકાસ
થાય એવું ઘણીવાર સાંભળેલું અને વાંચેલું, એથી આગળ શિક્ષણ જ એવરીથીંગ છે એવું પણ ઘણાં
શિક્ષિતોએ સમજાવ્યું, અને એ માર્ગ તરફ અશિક્ષિતનાં સંતાનો પણ વળ્યાં, પેટે પાટા બાંધીને માવતરો સંતાનોને ભણાવવા લાગ્યાં, તો વળી પરિક્ષા
-માં નાપાસ થવાની બીકે કંઈક સંતાનોએ આપઘાત
પણ કર્યાં, આજે મોબાઈલમાં રાષ્ટ્રીય બેરોજગારી
દિવસના દ્રષ્યો જોયાં તો મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા, શું
શિક્ષણ આટલું બધું કમનસીબ છે? શું શિક્ષણ આટલું
બધું ઓશિયાળું છે?,, સોરી,, શિક્ષણથી સમાજ અને
દેશનો સર્વાંગી વિકાસ થાય,,!,,!,,!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#દ્રશ્ય