વિજય નિશ્ચીત છે મારી,ભલે કાલની મને ખબર નથી,
ચાલીશ અડગતા થી એ નિશ્ચીત છે,ભલે રસ્તામાં આવનારા તોફાનોની મને ખબર નથી,
લક્ષ્યને પામીશ એ નિશ્ચીત છે,ભલે કેવી રીતે એ ખબર નથી,
બસ મારા નિશ્ચયનો જ તો ખેલ છે આખો
બાકી રમત જીવનની મને ખબર નથી,
દરેક તકલીફોને પાર કરીશ હસતા હસતા,
ભલે કાંટાઓની મને ખબર નથી,
જુકવું પડશે તકદીરને પણ,ભલે જુકાવીશ કેવી રીતે એ ખબર નથી.
#વિજય