#વિજય
એ બાણોની શૈયા પર ઢળી પડ્યો,
આખી જિંદગી બીજા માટે જીવી ગયો.
જાણ હતી તેને કે આ યુધ્ધ નથી,
છતાં પોતાના વચન અને પ્રતિજ્ઞા માટે
અધર્મમાં પોતાનું બધું હારી ગયો.
એ શિખંડીની જન્મોજન્મની પ્રતિજ્ઞા માટે;
પોતાની વિજય પતાકા ન્યોછાવર કરી ગયો.
અને, આખી જિંદગી ભીષ્મ પ્રતિજ્ઞારૂપી;
ધગધગતા સળિયા પર જીવી ગયો.
***** હેતલ ગોહિલ ચૌહાણ