ડાળી પરથી છૂટું પડેલું પાંદડું
પ્રફુલ્લિત થયું આઝાદીના કેફમાં
પવનની દિશામાં પતંગ બની
ઉડી રહ્યું છે ઊંચે આભમાં
સાથીદારોને અંગૂઠો બતાવી
મદમસ્ત બની ફરે છે વેગમાં
દુષ્ટ પવનની દિશા બદલાઈ
તો પણ ઉડી રહ્યું છે ઘેનમાં
બમણા વેગથી નીચે પછડાયું
કાદવ કીચડ ના થરમાં કચડાયું
છેક ત્યારે આવ્યું એ ભાન માં
ડોર વગરની પતંગ નકામી
સમજી ગયું પાંદડું સાનમાં
#દુષ્ટ