એક પોસ્ટમાં જૂનો પ્રાઇમસ જોઈ મને એક ફની યાદ આવી. એચ. એલ. કોલેજમાં પ્રબોધ જોશીનું નાટક હતું.. એમાં પુરુષના કાકા સસરા ઘર જોવા આવે છે અને સામાન્ય શિક્ષક પોતે ખૂબ સારી સ્થિતિનો છે એવું બતાવવા પ્રયત્ન કરે છે. એમાં રસોઈ સામાન્ય ઘરનાં રસોડામાં થતી હોય એ બતાવવું જરૂરી હતું. મધ્યમવર્ગમાં પ્રાઇમસ જ હોય ને! સ્ટેજ પર પડદો કરી પ્રાઇમસ એ પડદા પાછળ લવાયો. એના ભર.. અવાજ સામે માઇક ધરાયું. ફાંકડી અને આજની દયાભાભીને આંટે એવી સ્ટાઇલથી ફની ડાયલોગ બોલતી અનિતા ત્રિવેદીએ એ પ્રાઇમસ પર રસોઈની એક્શન સાથે ડાયલોગ્સ પણ બોલ્યા. પ્રાઇમસ બેકસ્ટેજમાં નથુ નામે એક ગોરો પટાવાળો હતો એણે પ્રગટાવેલો. પિન મારીને જ.
કોઈ પ્રોફેસર પોતાને ઘેરથી પ્રાઇમસ લાવેલા!
આજે નવી પેઢીએ કોઈએ આ રસોઈનો કેરોસીનથી ચાલતો સ્ટવ જોયો પણ નહીં હોય.