માળામાં પરોવેલા મોતી તૂટીને વિખેરાઈ ગયા
ગાંઠ ઢીલી પડી કે દોરો કાચો પડયો
અસ્પષ્ટ સવાલો વચ્ચે મન શંકામાં રહ્યુ.
ગણિતનો દાખલો જીવનમાં બધી રીતથી ખોટો પડ્યો
ગણિત ગણવામાં કાચો રહ્યો કે પ્રશ્ન જ ખોટો મંડાયો
અસ્પષ્ટ સવાલો વચ્ચે જીવ સંઘર્ષમાં રહ્યો.
ઉંબરો જન્મ અને મરણ વચ્ચે નો સાક્ષી રહ્યો
છતાં એ આખી જિંદગી ઠોકરો ખાતો રહ્યો
અસ્પષ્ટ સવાલો વચ્ચે ઉંબરો હંમેશાં દુખી રહ્યો.
ઝાડને ફરતે વેલો વીટળાય ને લીલોછમ થયો
ઝાડ સુકાઈ ને ઠુઠું લાકડું બનીને ઊભું રહ્યું
ઝાડે કુરબાની આપી કે તેનું શોષણ થયું
અસ્પષ્ટ સવાલો વચ્ચે ઝાડ અટવાઇ રહ્યું.
#અસ્પષ્ટ