મારા એકલવાયા અંધકારનો ઉજાસ છે મિત્ર.
મારી મૌનની પરિભાષાનો સંવાદ છે મિત્ર.
મારી રડતી આંખોનું હાસ્ય છે મિત્ર.
મારા દુઃખનો સાચો સાથી છે મિત્ર.
મારા જીવનની ફુલવારીની ફોરમ છે મિત્ર.
મારા ડગમગતા પગલાંનો આધાર છે મિત્ર.
મારી ઉદાસીને દૂર કરનાર ખુશી છે મિત્ર.
મારા બંધ હૃદયનો ધબકાર છે મિત્ર.
મારી ખુશી, મારો શ્વાસ, મારી જિંદગી છે મિત્ર.
શુ કહું? હું એના વિશે મારા જીવનની ડોર છે મિત્ર.