#ગજબનો_વિચાર
વિચારોના વિમર્શમાં વિચારાઈ ગયું,
જોતા જોતામાં લખાઈ ગયું,
ખબર ન હતી કેમ શબ્દોથી રમાઈ ગયું?
લોકોની નજરમાં લખેલું અંજાઈ ગયું,
લખતાં લખતાં જીવન ચિતરતાં શીખાઈ ગયું,
અરે આ તો માંડ્યો શબ્દોનો ખેલ,
ખબર નહિ કલમ થકી કવિ કેમ થવાઈ ગયું?
-જયરાજસિંહ ચાવડા