નજરૂં મળી હતી,
મળ્યા હોત શ્વાસ તો નજારો કંઈક અલગ હોત..
રસ્તો મળ્યો હતો એક,
મળી હોત મંઝિલ તો સહારો કંઈક અલગ હોત..
રેલ્યા હતા સુર પ્રિતના,
મળ્યું હોત સંગીત તો રાગ કંઈક અલગ હોત..
મહેકી હતી સુગંધ સ્પર્શની,
ખીલ્યું હોત ગુલાબ તો આ બાગ કંઈક અલગ હોત..
ડોલી હતી નાવ મધદરિયે,
સાંપડ્યો હોત સાથ તો કિનારો કંઈક અલગ હોત..
તુટ્યા હતાં એકલાં એકલાં,
ઝાલ્યો હોત હાથ તો આ જન્મારો કંઈક અલગ હોત..!
@alfazbyaarti