પડોશની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી.
મારી નજર એણે કાંડા પર પહેરેલા "રીસ્ટબૅન્ડ સ્ટેપ કાઉન્ટર" પર પડી.
મેં હસીને પૂછ્યું,
" અરે , તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! "
ડાહી દીકરીએ જવાબ આપ્યો,
" આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે એ મને પહેરાવી દે, સાંજે પપ્પા આવશે એને બતાવશે કે એ પોતે આજના કેટલા સ્ટેપ્સ ચાલી !"
"તારી મમ્મી શુ કરે છે?"
"એ *પાણીપુરી* ખાવા ગઈ છે,
*એક્ટિવા લઈને."*
🤣