કહેતા તો બધાને સાંભળ્યું, "તું જાણતો નથી હું કોણ છું?" પણ બહુ ઓછા લોકોમાં જાણવા જેવું લાગ્યું....
બાપના હોદ્દાનો ગર્વ તો છે ઘણાને,
પણ પોતાનું નામ બનાવાની તાકાત નથી...
ચાર રસ્તે એક નાના સરખા ગુના માટે પકડાય,
કે કોઈ મોટા મોટા અપરાધ માટે....
જ્યાં ત્યાં આ ઓળખાણ વેચવાની આદત છે આપણને,
પણ શું એ યોગ્ય છે ખરાં???
હું એક અબળા સ્ત્રી છું, કે અબળા પુરુષ,
અહીં જ સીમિત થઈ જાય છે બધું...
મારા બાપ, મારી મા, મારો પરિવાર......
એનાથી ઉપર ક્યારેય આવ્યા છીએ????
આ એ જ દેશ કે જ્યાં ભગવાન પણ,
જન્મ લઈ પોતાની ઓળખ છુપાવતા....
અને આ જ એ દેશ કે જ્યાં એક સામાન્ય માણસ પણ,
રસ્તે ચાલનારને કહી જાય છે, "તું જાણતો નથી હું કોણ છું???????"