લક્ષણ તો કુદરત ના પણ કેવા નોખા છે,
વિધવિધ રંગોનાં આકાર અનોખા છે,
ઉગતો સોનેરી સુરજ લોકોમાં આશા જગાડતો,
તો રાતનો રુપેરી ચંદ્રમાં સૌના મનને ઠંડક આપતો,
વળી લીલાંછમ વૃક્ષ તો જાણે મિત્ર સરીખા,
સાથે રંગબેરંગી ફુલો કેવા તરબતર કરતાં,
ફળોની તો સાવ વાત જ નિરાળી,
રંગેરુપે લોભામણા સાથે કેવા તંદુરસ્તી બક્ષતા,
એકએક અણું કુદરતનું લાગે ખુબ નિરાળું,
મનુષ્યને સંપુણઁ જીવન પુરું પાડતું.
#લક્ષણ