#લક્ષણ
હૃદય ના દર્દી નું દર્દ દૂર થતા
આવતી મુસ્કાન જેમ
તારી છબી જોતા
મુસ્કાન રાજ જમાવે છે મારા ચહેરા ઉપર
શું આ પ્રેમ નું લક્ષણ તો નથી ને?!
રણનિવાસી ને કૂવો મળતા
થતા આનંદ સમો
તને મળી દિલ ને
કૈક આનંદ થાય છે અપરંપાર
શું આ પ્રેમ નું લક્ષણ તો નથી ને?!
મેહુલા ને વરસતો જોઈ ઉત્સુક થતા
ખેડૂત ની જેમ
તારા ચહેરા પર ખુશી જોઈ
મારુ મન ઉત્સુક થાય છે કૈક અનહદ
શું આ પ્રેમ નું લક્ષણ તો નથી ને?!
તરવૈયો જેમ ડૂબવા આતુર હોય
ઊંડા સમુદ્ર માં તેમ
તારા જિંદગી રૂપી સમુદ્ર માં
ડૂબવા ની આતુરતા હવે વટાવી ચુકી છે હદ
શું આ પ્રેમ નું લક્ષણ તો નથી ને ?!
-પર્લ મહેતા