Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિસામો...

આકાશ માં વિહંગાવલોકન કરતા પંખી ઉડવા નું ભૂલી કરી લે છે વિસામો..

ઊડાઊડ કરતા રંગબેરંગી પતંગિયાં ફૂલો ની દુનિયા છોડી કરી લે છે વિસામો..

પર્વતો માંથી નીકળી ઉછળતી કૂદતી નદી ભળી જાય છે દરિયામાં કરવા ને વિસામો...

દરેક કામ નું મેળવવા શ્રેષ્ઠ યોગદાન જરૂરી છે લેવો નાનો એવો વિસામો ...

જીવનપથ પર મંજિલ છે ઘણી દૂર મંજિલ સુધી સફળ રીતે પહોંચવા જરૂરી છે યોગ્ય પડાવે લેવો વિસામો ......

ગતિ તારી થોડી કર ધીમી એ જીંદગી વહી ગઈ વધુ ને રહી થોડી થોડો કરીલે હવે વિસામો...

હિરેન વોરા
તા. 30/08/2020

Gujarati Poem by Hiren Manharlal Vora : 111563602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now