🎂
કવિમિત્ર દર્શક આચાર્યને
જન્મદિને શુભેચ્છાઓની ઢગલી
🌸🌸🌸🌸🌸🌸🌸
નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે,
નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે.
કઈ રીતે તમારાથી ઉકેલાશું?
નથી ગાંડા નથી ઘેલા અમે વચ્ચે.
સમયના બંધનો સાથે અહીં આવ્યા,
નથી મોડા નથી વ્હેલા અમે વચ્ચે.
બધું જાણી જણાવી સિધ્ધ શું કરશું?
નથી ગુરૂ નથી ચેલા અમે વચ્ચે.
અનાદી કાળથી વ્હેતા હતા જળવત્
નથી ચોખા નથી મેલા અમે વચ્ચે.
Darshak Acharya