તું કઈક તો બોલ,
મારે તને સાંભળવી છે..!
તું મારી સામે તો જો,
મારે મનભરી ને માણવી છે..!
તું મારી સાથે તો ચાલ,
મારે તને દુનિયા દેખાડવી છે..!
તું ક્યારેક નારાજ તો થા,
મારે તારી નારાજગી જોવી છે..!
તું મને સ્પર્શ તો કર,
મારે તને અનુભવવી છે...!
તું મને પ્રેમ તો કર,
મારે તારો પ્રેમ જોઈએ છે..!
જીત ગજ્જર